મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ
મોરબીની ઓમ શાંતિ શાળામાં ઉડાન-અંતરીક્ષ કિ ઓર નો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીની ઓમ શાંતિ શાળામાં ઉડાન-અંતરીક્ષ કિ ઓર નો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં જય સરદાર એજ્યુકશન ટ્રસ્ટના ટી.ડી.પટેલ સંચાલિત ઓમશાંતિ શાળામાં અનોખો અને જ્ઞાનવર્ધક “ઉડાન-અંતરીક્ષ કિ ઓર” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પરિસરમાં વિશેષ ડોમ થિયેટર સ્થાપવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓએ અંતરીક્ષની અજોડ માહિતી, ગ્રહ-ઉપગ્રહ, તારામંડળ તથા બ્રહ્માંડના રોચક દ્રશ્યો નિહાળ્યા હતા. આ જીવંત અનુભવે વિધાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે નવી ઉત્સુકતા જગાવી હતી. આ કાર્યક્રમની ખાસ આકર્ષક પળ એ રહી કે, અવકાશયાત્રીએ પોતાનો સ્પેસ સૂટ પહેરીને વિધાર્થીઓ સાથે પરંપરાગત ગરબો રમીને સૌને ચકિત કરી દીધા હતા આધુનિક વિજ્ઞાન અને ગુજરાતી સંસ્કૃતિનો આ અનોખો સંગમ સૌના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી ગયો હતો. શાળાના સંચાલક મંડળે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ બાળકોને અંતરીક્ષ વિજ્ઞાન વિષે પ્રેરણા આપવા તથા નવીન ટેક્નોલોજી સાથે સંસ્કૃતિનું સંકલન કરાવવાનો છે. વિધાર્થીઓ તથા વાલીઓએ આ પ્રયાસની હર્ષભેર પ્રશંસા કરી હતી અને આવો કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પથદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ શાળાવતી આચાર્ય સંજયભાઇ વિરડીયાએ વ્યક્ત કર્યો હતો.
