મોરબીમાં આજ રાતના ૧૦ વાગ્યા સુધી મેગા કોરોના રસીકરણ કેમ્પ
SHARE









મોરબીમાં આજ રાતના ૧૦ વાગ્યા સુધી મેગા કોરોના રસીકરણ કેમ્પ
મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છેકે, મોરબીમાં આજે તા.૧૧-૧૨ ને રવિવારના રોજ મોરબી શહેર માટે કોરોના રસીકરણ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયેલ છે.આજ તા.૧૨-૧૨ ને રવિવારના કોવીડ-૧૯(ઓમીક્રોન) ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા તા.૧૨-૧૨ ને રવિવારનાં રોજ સવારના ૭ થી રાત્રીના ૧૦ કલાક સુધી મોરબી શહેરમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરિકો માટે કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે.
જેમાં મોરબી શહેરમાં દરેક વોર્ડમાં વોર્ડ વાઈઝ કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે તો મોરબી શહેરના ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય અને બીજો ડોઝ લીધેલ ન હોય તેવા તમામ લોકોને તા.૧૨-૧૨ ને રવિવારના રોજ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવમાં નજીકના કોરોના રસીકરણની સેસન સાઈટ ઉપર જઈને કોરોના રસીકરણ કરાવવા મોરબી જીલ્લા પંચાયત, આરોગ્ય સમિતિના ચેરમેન, હીરાભાઈ ટમારીયા તથા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.ડી.વી.બાવરવા તેમજ જીલ્લા આર.સી.એચ.અધીકારી ડો.વિપુલ કારોલીયા મોરબી જીલ્લાના આવા કોરોના રસીકરણના તમામ લાભાર્થીઓને નમ્ર અપીલ કરે છે.
