મોરબીમાં સવા ત્રણ કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ
SHARE









મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ
મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક, ગુંદપાકનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.
દરવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ અમુલ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક તથા ગુંદપાકનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.અડદિયા, બદામપાક, ગુંદપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા, બદામપાક તથા ગુંદપાક વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનું રૂા.૩૦૦ ના કિલોદીઠના ભાવે, બદામપાક રૂા.૨૨૦ ના અડધો કિલો લેખે તેમજ રૂા.૧૮૦ નો અડધો કિલો લેખે ગુંદપાકનું વિતરણ કરવામા આવશે. શુદ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદિયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ) એ યાદીમાં જણાવેલ છે.
