મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાસ-ગરબા યોજાયા
મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી
SHARE







મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી
મોરબીમાં વર્ષોથી કાર્યરત પાંજરાપોળના ટ્રસ્ટી ગણ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણયથી કોઈ પણ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.
મોરબી પાંજરાપોળ ખાતે લગભગ 6200 જેટલા અબોલજીવનો નિભાવ કરવામાં આવે છે અને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી તેના માટે આર્થિક દાન આપવામાં આવે છે તે ઉપરાંત પાંજરાપોળની જગ્યામાં ઘાસચારાનું વાવેતર કરીને ગાયોના ચારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જોકે, મોરબી પાંજરાપોળ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણય કરીને કોઈ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટી મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં જોકે આ નિર્ણયને લઈને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે કે આ પ્રકારનો નિર્ણય લેવાની મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળને શા માટે ફરજ પડી છે.
