દારૂ નહીં તો દવા..! : માળિયાના ખીરઇ ગામે પુત્રએ દારૂ પીવાની ના પાડતાં દવા પી ગયેલા વૃદ્ધનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત
SHARE









મોરબીના જેતપર રોડ ઉપર ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર પાવડીયારી પાસે આવેલા મેગાટ્રોન સીરામીકમાં મજુરી કામ કરતા અને ત્યાં લેબર કવાટરમાં રહેતા મૂળ એમપીના નરેશભાઈ દિનેશભાઈ માલવી નામના ૨૨ વર્ષીય યુવાને ગત તા.૧૧-૧૨ ના સાંજે ચારેક વાગ્યાના અરસામાં તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજતાં તેમના મૃતદેહને જેતપર સીએચસી ખાતે પીએમ માટે લઇ જવાતા ત્યાંથી જાણ કરવામા આવતા મોરબી તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાનના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
દારૂ સાથે પકડાયા
હળવદના ગીડચ ગામના રહેવાસી વીરાભાઇ મશરૂભાઈ ટોયેટા જાતે ભરવાડ નામનો ૪૦ વર્ષીય યુવાન મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામ પાસેથી કાર લઈને જતો હતો ત્યારે નશાયુકત હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબીના પંચાસર ગામનો કમલેશ પરબત નાગહ જાતે રબારી નામનો ૩૧ વર્ષીય યુવાન પંચાસરના ભરવાડવાસ પાસેથી નીકળતા તેની ઝડતી દરમિયાન તેના કબજામાંથી પાંચ લીટર દારૂ મળી આવતાં તેના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.જ્યારે જેતપર ગામના દિનેશ મનજી માલણીયાત જાતે દેવીપુજક નામના ૩૦ વર્ષીય યુવાનની ત્રણ લિટર દેશી દારૂ સાથે અને શકત સનાળા ગામે લાઇન્સનગરમાં રહેતા દિનેશ મંગા શિયાળ જાતે ભરવાડ નામના ૩૫ વર્ષીય યુવાનની તેના ઘર નજીકથી ચાર લીટર દેશીદારૂ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોરબીના સામાકાંઠા ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસેથી નીકળેલ મનિષાબેન મનોજભાઈ અદગામા કોળી (૩૫) નામની મહિલા પાસેથી છ લીટર વિદેશી દારૂ મળી આવતાં તેના વિરુદ્ધ પણ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. તો વાંકાનેર નજીકના વડીયા રેલ્વે સ્ટેશન પાસેના ઓવરબ્રીજ પાસેથી સાજીબેન ભુરાભાઇ વાઘેલા દેવિપુજક નામની ૨૦ વર્ષીય મહિલાની ત્રણ લિટર દારૂ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ધાર ઉપર રહેતી મૂળ જેતપુરની રેખાબેન વનરાજભાઈ મંદોદરીયા દેવીપુજક નામની ૨૭ વર્ષીય મહિલાને અટકાવીને તલાસી લેતાં તેની પાસેથી ૧૦ લિટર દારૂ મળી આવતાં તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે ટંકારા પોલીસે જયનગર ગામના પાદર પાસેથી મમતાબેન હિંમતભાઈ ઉર્ફે રમેશ બટુક વાઘેલા દેવિપુજક નામની ૩૨ વર્ષીય મહિલાની ચાર લિટર દારૂ સાથે ધરપકડ કરી હતી.ટંકારા પોલીસે જ મિતાણાના રૂખડીયા હનુમાન મંદિર નજીકથી ચંપાબેન દેવરાજ ભલુભાઈ સાડમીયાયા નામની ૪૦ વર્ષીય મહિલાની ચાર લિટર દારૂ સાથે અને હળવદ પોલીસે સાપકડા ગામ પાસેથી રવિ દિલીપ સોલંકીની નશાયુકત હાલતમાં ધરપકડ કરી હતી.
