મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વીશીપરામાં મિત્ર સાથે થયેલ બોલાચાલીનો રોષ રાખીને યુવાનને માર માર્યો


SHARE







મોરબીના વીશીપરામાં મિત્ર સાથે થયેલ બોલાચાલીનો રોષ રાખીને યુવાનને માર માર્યો

મોરબીના વીશીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેણે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીશીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા અજય શીવાભાઈ સારેસા નામના એકવીસ વર્ષીય યુવાનને તે વિસ્તારમાં જ રહેતા સંજય પોપટ સોલંકી નામના શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને અજય સારેસાને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ અજય સારેસાએ સંજય પોપટ સોલંકી સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ તેના મિત્ર મુકેશ પ્રેમજી જાદવને સંજય પોપટ સોલંકી સાથે બોલાચાલી થઈ હતી અને તે દરમ્યાન પોતે તેના મિત્ર મુકેશ પ્રેમજી જાદવને કામ સબબ બોલાવવા માટે જતા તેના મિત્ર સાથે થયેલ અગાઉના ઝઘડાનો રોષ રાખીને અજયને અટકાવી ઝઘડો તકરાર કર્યા બાદ ગાળો આપી મૂઢ માર મારવામાં આવ્યો હતો હાલ બીટ વિસ્તારના જમાદાર વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી બાયપાસ સિલ્વરપાર્કની પાસે રહેતી ભક્તિબેન ઘનશ્યામભાઈ રાઠોડ નામની ૨૨ વર્ષીય યુવતી એકટીવા લઈને જતી હતી ત્યારે એકટીવા સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત ભકિતબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ઝારખંડનો રહેવાસી ફિરોઝ અઝહર શેખ નામનો ૩૦ વર્ષીય યુવાન પોતાના શેઠની પાછળ બાઈકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે કુતરુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજાઓ થવાથી ફિરોઝભાઈને અને નાની વાવડી ગામે રહેતા ભરત પોપટભાઇ પડસુંબીયા (૩૩) ને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ધરપકડ

મોરબીના તાલુકા પોલીસ મથકની હદમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પીએસઆઇ વી.કે કોઠીયા દ્વારા કાનજી મુળુભાઈ ડાંગર જાતે આહીર (૨૫) હાલ રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે રણછોડનગર મોરબી મૂળ રહે.નાની બરાર માળીયા મીંયાણાવાળાની અકસ્માત ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

 






Latest News