મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીમાં જાણીતા ડોક્ટર અને કોમન મેન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો.સતિષભાઈ પટેલ લીખીત "મેકિંગ એ ડોક્ટર" પુસ્તકનું વિમોચન


SHARE













મોરબીમાં જાણીતા ડોક્ટર અને કોમન મેન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો.સતિષભાઈ પટેલ લીખીત "મેકિંગ એ ડોક્ટર" પુસ્તકનું વિમોચન

મોરબીમાં જાણીતા ડોક્ટર અને કોમન મેન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો.સતિષભાઈ પટેલ દ્વારા "મેકિંગ એ ડોક્ટર" નામનું પુસ્તક લખવામાં આવ્યું છે.જેનું વીમોચન સ્થાનીક ધારાસભ્ય તેમજ માજી મંત્રી સહિતના અગ્રણીઓના હશે કરવામાં આવ્યું હતું.


મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર સતિષભાઈ પટેલ કે જેઓ મેડિકલ લાઈનની સાથે સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ કામ કરી રહ્યા છે અને તેઓએ અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે.તેવામાં તાજેતરમાં તેમણે "મેકિંગ એ ડોક્ટર" પુસ્તક લખ્યું છે.જેનું વિમોચન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેન્કના હોલ ખાતે રાખવામાં આવ્યુ હતુ.જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,, રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજના ડીન રીનાબેન ગઢવી, સાહિત્યકાર જીતેન્દ્ર પટેલ મોરબી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન હિરેન સંઘાણી, જાણીતા કવિ અને લેખક દિપકભાઈ ત્રિવેદી તેમજ હર્ષિદાબેન ત્રિવેદી, મોરબી સિરામિક એસોસિયેશનના અગ્રણી મનોજભાઇ પટેલ, હરેશભાઇ બોપલીયા, નિલેશભાઇ પટેલ સહિતના અન્ય હોદ્દેદારો, શિક્ષકો, નવયુગ વિધ્યલયના પી.ડી.કાંજીયા, પી.જી.પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ સહીતના અગ્રણીઓ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા.

 
ડોક્ટર સતિષભાઈ પટેલ દ્વારા અત્યાર સુધીમાં કુલ સાત પુસ્તકો લખવામાં આવ્યા છે અને આ તેમના આઠમા પુસ્તકના વિમોચન પ્રસંગે ડોક્ટર સતિષભાઈ પટેલ જણાવ્યું હતું કે હું લેખક છું અને પુસ્તકનું સર્જન કરવું એ મારો શોખ છે અને સાથે ડોક્ટર પણ છું તેથી મને વિચાર આવ્યો કે લેખક અને ડોક્ટરની સંવેદના ભેગી કરીને એક પુસ્તકનું સર્જન કેમ ન કરી શકાય ?  અને આ વિચારે મને "મેકિંગ એ ડોક્ટર" પુસ્તક લખવા માટે પ્રેરણા આપી અને આ પુસ્તકમાં સાહિત્ય અને મેડિકલ સાયન્સ બંનેનો સમાવેશ છે.મેડિકલમાં પ્રવેશ મેળવ્યા પછી સારા ડોક્ટર કેવી રીતે બની શકાય ? તેની વાત આ પુસ્તકની અંદર લેખક દ્વારા લખવામાં આવી છે આ તકે શહેરની જાણીતી ક્રિષ્ના હોષ્પીટલના ડો.વિનોદ કૈલા સહીતના જાણીતા તબીબો, શિક્ષકો, લેખકો, કવિઓ, શહેરના નામાંકિતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓની સાથે હાલની મોરબીની મેડિકલ કોલેજ કે જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ છે તેઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા.જેથી કરીને તેઓને પણ આમાંથી કંઈક નવું શીખવા મળે.ડોક્ટર લાઇફ શું હોય ? ડોક્ટર કેવી રીતે બનાઇ ? ડોક્ટર બનવાથી કેવા કેવા પ્રકારની જવાબદારીઓ ભવિષ્યમાં નિભાવવાની થાય ? સાથે સાથે કેવી કાયદાકીય બાબતો પણ સામે આવી શકે ? તેનું પણ જ્ઞાન આ સેમિનારમાં આપવામાં આવ્યું હતું.સાથે સાથે પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આ વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયના પ્રસ્થાપિત કરેલા જે ધોરણો છે તેની શપથ લેવડાવવામાં આવી હતી અને એક સારા ડોક્ટર બનીને સમાજની સેવા કરવાની સાથે સાથે કઈ રીતે સફળ થઈ શકાય તે બાબતની આમંત્રિત વક્તાઓ દ્વારા છણાવટ કરવામાં આવી હતી.આ પુસ્તકની અંદર ડોક્ટર અને લેખક સતિષભાઈ પટેલ દ્વારા પોતાના ગામ બગથળાથી નીકળેલા એક બાળક અને ત્યાંથી આ સફળ ડોક્ટર અને લેખક બનવા સુધીની સફરના દરમિયાન તેઓને મદદરૂપ બનનાર અને ચમત્કાર કહી શકાય તેવા બનાવો તેઓએ ટાંકિયા છે.જે ભાવિ ડોક્ટરો માટે ચોક્કસ સીમાચિન્હ બની રહેશે અને અવનવું જાણવા શીખવા અને સમજવા આ પુસ્તકની અંદરથી તેઓને મળશે તેવો ભાવ તેઓએ વ્યક્ત કર્યો હતો.તેમજ અગાઉના પુસ્તકોની જેમ જ આ પુસ્તકને પણ વાચકો તરફથી સારો સહકાર મળશે તેવી અપેક્ષા ડો.સતિશ પટેલે દર્શાવી હતી.



Latest News