મોરબી લાયન્સ ક્લબ દ્વારા શાક માર્કેટ પાસે સેનેટરી પેડ વિતરણ
SHARE









મોરબી લાયન્સ ક્લબ દ્વારા શાક માર્કેટ પાસે સેનેટરી પેડ વિતરણ
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના હોદેદારો તેમની જીવનસંગીનીઓ અને યુવા આર્મીની ટીમ દ્વારા શહેરના શનાળા રોડ સરદારબાગની સામે વહેલી સવારે ભરાતી શાકમાર્કેટ ખાતે આશરે આઠ હજાર જેટલા સેનેટરી પેડનું વિતરણ કરીને સેનેટરી પેડના લીધે થતા ફાયદાઓ દર્શાવતા પેમપ્લેટોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા તા.૧૩ ના વહેલી સવારે ૭ થી ૯ શનાળા રોડ સરદાર બાગ સામે ભરાતી શાકમાર્કેટ ખાતે આવતી મહિલાઓને "એક કદમ મહિલાઓની સુરક્ષા તરફ" પ્રોજેક્ટ અંતર્ગત આશરે આઠ હજાર જેટલા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ ક્લબ તેમજ યુવા આર્મીની બહેનો દ્વારા ત્યાં આવતી મહિલાઓને માસિક ધર્મ બાબતે માર્ગદર્શન આપતા પેમપ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
