માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી કરણીસેના દ્રારા દ્વારિકાથી દિલ્હી સુધી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે નીકળેલ પદયાત્રાને ટેકો જાહેર કર્યો


SHARE

















મોરબી કરણીસેના દ્રારા દ્વારિકાથી દિલ્હી સુધી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે નીકળેલ પદયાત્રાને ટેકો જાહેર કર્યો

દ્વારિકાથી દિલ્હી સુધી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા પદયાત્રા યોજાએલ છે તે પદયાત્રાળુઓ દ્વારિકાથી મોરબી આવતા અહીં તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

મોરબીથી યાત્રા વાયા રાજકોટ થઇને અમદાવાદ બાદ   દિલ્હી પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને રૂબરૂ મલીને ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરશે.પદયાત્રા દરમ્યાન ગામોગામ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે જનજાગૃતિ અભિયાન સાથે ગાયના મહત્વ અને ગાયો થકી પરિવારના ગુજરાનથી લઇને.સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં ગાયને ગૌમાતા ગણવામાં આવે છે.ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓના વાસ સહિત ઋષિ અને કૃષિની ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં ગૌહત્યા પાબંધી અંગે પણ વિશેષ કાનૂન કરવામાં આવે તે અંગે પણ માંગ કરાશે.

ઉલેખનીય છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દિલ્હીના જન્તરમંત્તર ખાતે ગુજરાતના અર્જુનભાઈ આહીર દ્વારા આ અંગે  પ્રેરક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે દ્વારિકાથી દિલ્હી સુધી ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક વિશેષ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જેના અંતર્ગત દ્વારિકાથી નીકળેલ પદયાત્રીઓ મોરબી આવી પહોંચતા તેમનું સન્માન કરાયું હતુ.મોરબીથી રાજકોટ અમદાવાદ થઇને દિલ્હી પહોંચીને દેશના પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ મલીને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા માંગ કરવામાં આવશે.

શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા દ્વારકાથી દિલ્હી પદયાત્રા કરીને જતા ગૌભક્તો આજે જયારે મોરબી પહોંચતા તેમનું સ્વાગત કરી વધાવામાં આવ્યા હતા.ગૌમાતાને સરકાર રાષ્ટ્રમાતા જાહેર કરે તેવા ઉદેશ્યથી દ્વારકાથી દિલ્હી પદયાત્રા લઈને જતા ગૌભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું.છેલ્લા ૧૨ મહિનાથી અર્જુનભાઈ આંબલીયા દિલ્હી જંતર મંતર ખાતે આંદોલન ઉપર બેઠા જ છે ને લડત કરી રહ્યા છે તો પદયાત્રા કરી જતા ગૌભક્તોના સમર્થન માં શ્રી રાજપૂત કરણી સેનાએ સમર્થન કરેલ છે.આ તકે શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર મહામંત્રી ગિરિરાજસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા તેમજ આહીર એકતા મંચ ગુજરાતના વરિષ્ઠ આગેવાન રામભાઈ આહીર તેમજ વિદ્યુતનગરના યુવાનો ક્રિપાલસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ પરમાર તેમજ ધ્રુવરાજસિંહ જાડેજા તમામ ભાઈઓ દ્વારા પદયાત્રીકોનું સ્વાગત કરી ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તે વાતમાં શ્રી રાજપૂત કરણી સેનાનું પુરે પૂરું સમર્થન જાહેર કર્યુ હતુ. 




Latest News