મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન
SHARE







મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમના પત્ની સહિતના પરિવારજનો સાથે તેઓના કુળદેવી ચામુંડા માતાજીનાં મંદિરે ચોટીલા દર્શન કરવા માટે પદયાત્રા કરીને જવા માટે રવાના થયેલ છે અને ત્યારે તેઓની સાથે મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપના અગ્રણી મેઘરાજસિંહ ઝાલા સહિતના તેઓની સાથે પદયાત્રામાં જોડાયા છે અને મોરબીથી ૬૮ કિલોમીટર ની પદયાત્રા કરીને ધારાસભ્ય તેઓના પરિવારજનો સહિતનાઓની સાથે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરશે. આજે ધારાસભ્ય તેઓના ઘરેથી પરિવારજનો અને ટેકેદારો સહિતનાઓની સાથે ચોટીલા તરફ જવા માટે રવાના થયા છે ત્યારે રસ્તામાં મકનસર જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો પાસે ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ફુલહાર કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.
