મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ જયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં સહભાગી
મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ અને ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે દબાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE







મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ અને ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે દબાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ તથા ટાઇલ્સ મૂકવાના ઘોડાની વચ્ચે દબાઈ જવાના કારણે ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સીમમાં આવેલ રોક સ્પેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો દાદુલાલસિંહ બારેલાલસિંહ ગોડ (૨૦) નામનો યુવાન ગત તા.૨૫-૯ ના રોજ રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ તથા ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે અકસ્માતે આવી ગયો હતો.જેથી તેને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા બારેલાલસિંહ હરદિનસિંહ ગોડ (૫૦) રહે.હાલ ઉંચી માંડલ ગામની સીમ રોક સ્પેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં તા.મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
