મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર
SHARE







મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર
મોરબીમાં ૨ કીલો ૮૮૫ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીએ જામીન મુક્ત થવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે.
આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી પોલીસે ૨ કીલો ૮૮૫ ગ્રામ ગાંજા (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલૈયા બેલ તાલુકો ફરઘાના જીલ્લો લખીમપુર ખીરી ઉતરપ્રદેશ વાળાને મોરબી સીટી બી ડીવી. પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડ્યો હતો અને કોર્ટમાં રજુ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આ જામીન અરજી નામ. સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હતી તેમાં વકીલ મનીષાભાઈ પી. ઓઝાએ કરેલ ઘારદાર દલીલ માન્ય રાખી સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માને શરતોને આધીન ૧૫,૦૦0 ના રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.
