મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઈયા તથા મદદનીશની સહિત ૧૦ લોકોની ભરતી કરવા અરજીઓ મંગાવાઈ


SHARE







મોરબી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઈયા તથા મદદનીશની સહિત ૧૦ લોકોની ભરતી કરવા અરજીઓ મંગાવાઈ

મોરબી તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૦૪ સંચાલક, ૦૧ રસોઈયા તથા ૦૯ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના સ્થાનિક ઉમેદવારોએ મામલતદાર મોરબી તાલુકા, રૂમ નં. ૬ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી- મોરબીના સરનામે ૧૮/૧૦/૨૦૨૫ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે મોરબી તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

આ ભરતી અન્વયે મોરબી સાર્વજનિક પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, કલ્યાણગ્રામ પ્રાથમિક શાળામાં ૨ મદદનીશ, ખાખરાળા પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, મશાલવાડી પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ, નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં  ૧ સંચાલક અને ૧ મદદનીશ, ઝીકીયાળી પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, ૧ રસોઈયા અને ૧ મદદનીશ તથા ખારચિયા-નવાપરા પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ મળી ૦૪ સંચાલક, ૦૧ રસોઈયા તથા ૦૯ મદદનીશ એમ કુલ ૧૪ કર્મચારીઓની ભરતી કરવાની છે.

મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. અને રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી, પરંતુ તેમની તંદુરસ્તી સારી હોવી જોઈએ. અને અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ) આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે




Latest News