સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનો નિદર્શન કાર્યક્રમ યોજાયો


SHARE



























મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે ટેક હોમ રાશન (THR), સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓના નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ મહિલાઓને પોષણ વિષયક પ્રેરણાત્મક સંદેશ આપતા જણાવ્યું હતું કે, મહિલા એટલે અન્નપૂર્ણા, સમાજના પોષણ અને આરોગ્ય માટે મહિલાએ મુખ્ય આધારસ્તંભ છે. આ  કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓઓ, મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


















Latest News