ટંકારાના વાઘગઢ પાસે વાડીના શેઢે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
મોરબીના ઉંચી માંડલ પાસેથી 4 બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE







મોરબીના ઉંચી માંડલ પાસેથી 4 બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના ઉંચી માંડલ ગામે સ્મશાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ ગામે સ્મશાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ગોપાલભાઈ મશરૂભાઈ મુંધવા (24) રહે. ઊંચી માંડલ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના આયોદ્યપુરી મેઇન રોડ ઉપર આસવાદ પાન પાસે રહેતા નિઝામ કટિયાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 100 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી નિઝામ જુસબભાઈ કટિયા (28) રહે. અયોધ્યાપુરી રોડ મચ્છુ માતાજીના મંદિર સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધ સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા સહદેવસિંહ લખુભા જાડેજા (67) નામના વૃદ્ધ બાઈકમાં વાડીએ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેતા અનિતાબેન જીવણભાઈ મુનિયા (26) નામના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
