ટંકારાના વાઘગઢ પાસે વાડીના શેઢે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
SHARE







ટંકારાના વાઘગઢ પાસે વાડીના શેઢે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
ટંકારાના વાઘગઢ ગામે ખેતીની જમીન ભાગમાં વાવવા માટે રાખનાર શ્રમિકની ત્રણ વર્ષની દીકરી વાડી પાસે આવેલ તળાવમાં રમતા રમતા પડી ગયેલ હતી અને પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરી હતી અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદેપુરના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હસમુખભાઈ બારૈયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ચંદુભાઈ ભોદરભાઈ ધાણુકની ત્રણ વર્ષની દીકરી રેખા ધાણુક વાડીના સેઢા પાસે રમતી હતી અને ત્યારે ત્યાં રમતા રમતા તળાવમાં પડી જવાથી પાણીમાં ડૂબી ગઈ હતી અને તે બાળકી બેભાન થઈ જતાં તેને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
ટંકારાના હડમતીયા ગામે રહેતા અનસોયાબેન જાદવજીભાઈ સીનોજીયા (73) નામના વૃદ્ધા ગામમાંથી બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સોનલબેન રમેશભાઈ (39) નામના મહિલા કુવાડવા અને કુચીયાદડ વચ્ચેથી કારમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
