મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર કલા મહાકુંભ ૨૦૨૧-૨૦૨૨ માં ભાગ લેવા ૯ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે


SHARE











મોરબીમાં યોજાનાર કલા મહાકુંભ ૨૦૨૧-૨૦૨૨ માં ભાગ લેવા ૯ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી-મોરબી દ્વારા સંચાલિત કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ-૨૦૨૧-૨૨”નું આયોજન થનાર છે. 

કલા મહાકુંભમાં કુલ ૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ એટવે કે ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૯ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન, તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓ યોજાશે.સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો તથા પ્રવેશપત્ર જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬ બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ અથવા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી રૂમ નં.૨૫૭ બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ ખાતેથી નિયત નમુનામાં પ્રવેશપત્ર મેળવીને છેલ્લી તા.૯-૧-૨૨ સુધીમાં પરત જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી-મોરબી દ્વારા યાદીમાડ જણાવાયું છે.






Latest News