મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું


SHARE





મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું

મોરબીમાં રહેતા ગડારા પરિવાર દ્વારા ગડારા પરિવારના સ્નેહ મિલનનું તાજેતરમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સાડા ત્રણસો કરતા વધુ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને એક બીજાનો પરિચય આપ્યો હતો અને સહુ કોઈએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો અને જ્યાં અન્ન ભેગા ત્યાં મન ભેગાને ઉક્તિને સાર્થક કરી હતી. ત્યાર બાદ પરિવારના લોકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને આ કાર્યક્રમ ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારાનાં માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા કરવામાં આવેલ હતો.

પાંચાબાપા ગડારા ટ્રસ્ટ દ્વારા ગડારા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારા ખાસ હાજર રહ્યા હતા અને સમાજના યુવાનો સહિતના લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રાઘવજીભાઈ ગડારાના પત્ની માણેકબેન ગડારા દ્વારા વાડીલોની ભૂમિકા નિભાવતા હોય તેમ સમાજની એકતા અને પરસ્પર લાગણી વધે અને એકબીજાને મદદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. અને હંમેશા ગડારા પરિવારની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને આવા કાર્યક્રમો થતા રહે તેવી પૂજય પાંચાબાપાના ચરણોમાં સહુ કોઈએ પ્રાર્થના કરી હતી. અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.




Latest News