મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ
મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
SHARE







મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
મોરબી લીલાપર-કેનાલ રોડ બોરીયા પાટી તેજાણીની વાડી ખાતે રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારએ મોરબી મહાનગર પાલિકાને લેખિતમાં રજૂઆત કરેલ છે કે મોરબી મહાનગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ માં આવેલ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર આવેલ બજરંગ સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ નાખેલ છે.પરંતુ બજરંગ સર્કલથી લઈને લીલાપર ચોકડી સુધી એકપણ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલ નથી.! સિરામિક ઉદ્યોગના કારણે લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર વાહન વ્યવહાર પણ ઘણો વધારે છે.જો કોઈ પશુ કે પ્રાણી વચ્ચે આવે તો સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અકસ્માતનો ભય રહે છે.અને રાત્રિ દરમ્યાન સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો પણ બને છે.બજરંગ સર્કલ પછી રહેતા વાડી વિસ્તાર અને લીલાપર ગામના લોકોને રાત્રિ દરમ્યાન મુસાફરીમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેથી વિનંતી કારાયેલ છે કે આ અરજીને ધ્યાને લઈને જો કાર્યવાહી કરવામાં આવે તો લોકોને પડતી પારાવાર મુશ્કેલીનો હલ થઈ શકે અને લોકોને મોરબી મહાનગર પાલિકા તરફથી એક જીવન જરૂરિયાત સુવિધાનો લાભ મળી શકે.
અત્રે નોંધનીય છે કે ગત રાત્રીના જ લીલાપર રોડ પર આવેલા બજરંગ સર્કલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બ્લેક કલરના એકટીવા ચાલકને અકસ્માત બનાવમાં ઇજા પહોંચી હતી અને વાહનમાં પણ નુકસાની થઈ હતી.છાશવારે અંધારાના લીધે અકસ્માતો થાય છે અને કોઈ દિવસ કોઈ મોટો જીવલેણ અકસ્માત બને તે પૂર્વે અત્રે સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવે તેવી તે વિસ્તારના સ્થાનિકો દ્વારા લેખિતમાં માંગ કરવામાં આવી છે.હવે પાલિકા આ કામગીરી ક્યારે કરે છે તે જોવું રહ્યું
