માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ

મોરબીમાં હાથ ઉછીની રકમ આપી હતી જેની સામે ચેક આપવામાં આવેલ હતો અને તે ચેક રિટર્ન થયો હતો જેથી ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ કરવામાં આવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમ ૩,૧૦,૦૦૦ ની ડબલ રકમ ૬,૨૦,૦૦૦ ફરીયાદ તારીખથી વાર્ષીક ૯ ટકાના વ્યાજે વળતર પેટે ચુકવાનો તથા ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મિત્ર ભટ્ટ નલીનકુમાર નટવરલાલ પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી પ્રવિણભાઈ ખોડાભાઈ શેરસીયાએ લેણી રકમ ચુકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ કરી હતી જે કેસમાં ફરીયાદી વતી મોરબી જીલ્લાના વકીલ & નોટરી નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા વકીલ યાશિકા મનસુખભાઈ દેવમોરારીએ દલીલ કરી હતી અને તેઓની દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ૩,૧૦,૦૦૦ ની ડબલ ૨કમ ૬,૨૦,૦૦૦ ફરીયાદ તારીખથી વાર્ષીક ૯ ટકાના વ્યાજે વળતર પેટે ચુકવાનો તથા ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.




Latest News