મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો


SHARE





ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો

તાજેતરમાં ગીર ફાઉન્ડેશન ઈકો ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપનું સફળ આયોજન મિતાણા તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું અને ‘Plastic Recycle Workshop for Students’ ના કાર્યક્રમમાં 150 વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધેલ હતો.

પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે ગીર ફાઉન્ડેશનઈકો ક્લબ દ્વારા શ્રી મિતાણા તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ પ્લાસ્ટિક પુનઃઉપયોગ (Recycling the Plastic) વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરો વિશે જાગૃતિ લાવવાનો અને પ્લાસ્ટિકનો કચરો ફેંકી દેવાને બદલે તેના નવતર રિસાયકલ વિચારો દ્વારા પુનઃઉપયોગ કરવાની વિચારધારા વિકસાવવાનો હતો. આ તકે વિદ્યાર્થીઓએ જૂના પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવા જેવા સર્જનાત્મક પ્રયાસો પણ કર્યા હતા આ કાર્યક્રમ તાલુકા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પારઘીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સી.આર.સી કૌશિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ નવતર પ્રયોગના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News