મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે
SHARE







મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જિલ્લામાં દારૂ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા હોય તેવા વ્યક્તિઓની પાસા દરખાસ્ત મુકવામાં આવતી હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકા અને મોરબી એ ડિવિઝન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા બંને વ્યક્તિઓને પાસા હેઠળ પકડીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના એસપીની સુચનાથી દારૂના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી દરમ્યાન ટંકારા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ સલીમભાઈ બાબુભાઈ વિકિયાણી (38) રહે. સરાયા તાલુકો ટંકારા અને મનીષાબેન સુરેશભાઈ થરેસા (45) રહે. વજેપર શેરી નંબર 24 મોરબી વાળાની પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલા આ બંને વ્યક્તિની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને સલીમભાઈ વિકીયાણીને વડોદરા મધ્યસ્થ જેલ તથા મનીષાબેન થરેશાને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.
