મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ


SHARE













આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ

દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અને સંસ્થાએ છ યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે. આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમાઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની કુશળતા અને અનુભવો વડે અનેક સ્ત્રીઓને પ્રેરણા આપતી આવી છે. તેઓ પોતાની પ્રતિભા અને સેવા ભાવનાથી આ યુવતીઓને તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના પવિત્ર કાર્યમાં જોડાઈ છે. ત્યારે દિવાળીના તહેવારમાં જયારે દરેક ઘર પ્રકાશિત થાય છે, ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી આ તાલીમ દ્વારા આ છ યુવતીઓના જીવનમાં પણ નવી ઉજાસ ફેલાવી રહી છે.




Latest News