મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ગુજરાતના સરકારના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો થયો સમાવેશ


SHARE



























ગુજરાતના સરકારના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો થયો સમાવેશ

ગાંધીનગર ખાતે આજે મહાત્મા મંદિરમાં રાજ્ય સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે જેમાં કોણ કેબિનેટ મંત્રી બનશે, કોણ રાજ્યકક્ષાના મંત્રી બનશે અને કોનો મંત્રી મંડળમાં સમાવેશ થશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે અને આજે સવારથી મંત્રીમંડળમાં જે ધારાસભ્ય નો સમાવેશ કરવાનો છે તેને ફોન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના પાયાના પથ્થર સમાન સિનિયર ધારાસભ્ય કહી શકાય તેવા કાંતિભાઈ અમૃતિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓને શપથ ગ્રહણ સમારોહ માટે થઈને ફોન આવી ગયેલ છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આજે રાજ્યપાલની મુલાકાતે વહેલી સવારે 9:00 વાગ્યે પહોંચ્યા હતા અને રાજ્યપાલને મળ્યા બાદ જૂના મંત્રીમંડળના રાજીનામાં આપવામાં આવ્યા બાદ આજે નવા મંત્રીમંડળ માટે શપથ ગ્રહણ સમારોહનું મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના 162 પૈકીના કયા ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે કોને કેબિનેટ મંત્રીમાં લેવામાં આવશે, કોને રાજ્યકક્ષાના મંત્રીમાં લેવામાં આવશે અને કોનો કોનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે તે જાણવા માટે તેને સતત ફોનની ઘંટડીઓ રણકતી રહી છે પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યાર સુધીમાં જુના મંત્રીમંડળમાં જે મંત્રીઓ હતા તેમાંથી ઋતિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, પ્રફુલભાઈ પાનસેરીયા, કનુભાઈ દેસાઈ, પરસોતમભાઈ સોલંકી, લવિંગજી ઠાકોર વિગેરેને ફોન આવ્યા હતા અને ત્યારબાદ નવા મંત્રી મંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે તેવી વાત હતી દરમિયાન મોરબી માળિયામાં છેલ્લા 32 વર્ષથી ભાજપનું નેતૃત્વ કરતા સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને પણ નવા મંત્રીમંડળમાં શપથ લેવા માટે ફોન આવી ગયો છે.

કાંતિલાલભાઈ શિવલાલભાઈ અમૃતિયા
જન્મ તારીખ: ૦૮-૦૩-૧૯૬૨
જેતપર(મ.) તા.મોરબી જી.મોરબી
પત્ની– જ્યોત્સનાબેન
સંતાન: પુત્રી – જ્હાનવી,
            પુત્ર – પ્રથમ
અભ્યાસ: એફ.વાય.બી.એ
વ્યવસાય:  ખેતી, ઉદ્યોગ, શિક્ષણ
જાહેર જીવનની કારકિર્દી
ભારતીય જનતા પાર્ટી-યુવા મોરચો મોરબી તાલુકા પ્રમુખ.
ભારતીય જનતા પાર્ટી મોરબી તાલુકા પ્રમુખ.
માત્ર ૨૩ વર્ષની વયે તાલુકા પંચાયત મોરબી સભ્ય.

વર્ષ ૧૯૯૫ માં પ્રથમ વખત ધારાસભ્ય ૩૩ વર્ષની વયે, વર્ષ ૧૯૯૮ માં બીજી ટર્મ, વર્ષ ૨૦૦૨ માં ત્રીજી ટર્મ, વર્ષ ૨૦૦૭ માં ચોથી ટર્મ, વર્ષ ૨૦૧૨ માં પાંચમી ટર્મ, ૨૦૧૭ માં પાટીદાર આંદોલનની અસરના લીધે હાર્યા અને ૨૦૨૨ માં કોંગ્રેસ સામે ૬૨ હજારથી વધુની લીડ સાથે ધારાસભ્ય બન્યા હતા
 

વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ ચેરમેન, પ્રમુખ – મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએસન, મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી, 
રોગી કલ્યાણ સમિતિ મોરબી સિવિલ હોસ્પિટલના સભ્ય






Latest News