ગુજરાતના સરકારના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો થયો સમાવેશ
મોરબીમાં અકસ્માત કરીને યુવાન પાસેથી 85 હજાર પડાવી લેનારા રાજકોટના રીઢા ગુનેગારની ધરપકડ
SHARE














મોરબીમાં અકસ્માત કરીને યુવાન પાસેથી 85 હજાર પડાવી લેનારા રાજકોટના રીઢા ગુનેગારની ધરપકડ
મોરબીમાં રહેતો યુવાન આંગડિયા પેઢીમાંથી 85 હજાર રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે દલવાડી સર્કલ પાસે અજાણ્યા વાહન બાઇક ચાલકે તેનું બાઈક યુવાનના બાઈક સાથે અથડાવ્યું હતું અને ત્યારબાદ અકસ્માતમાં ઇજા થયેલ છે તેવું કહીને ઈજાના બહાને આ શખ્સ યુવાનની સાથે તેના બાઈકમાં પાછળ પાછળ બેસી ગયો હતો અને ત્યાર બાદ છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસેથી 85 હજાર રૂપિયા બળજબરીથી લઈ લીધા હતા જેથી યુવાને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે રાજકોટના શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરી કરેલ બાઇક તેમજ એક બલેનો કારને પોલીસે કબ્જે કરેલ છે. અને હાલમાં પકડાયેલા શખ્સની સામે રાજકોટ અને અમદાવાદમાં અગાઉ 16 જેટલા ગુના નોંધાયા હોવાની વિગતો સામે આવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર બી-12 માં રહેતા દેવમભાઈ વિકાસભાઈ રિયા (19) નામના યુવાને અજાણ્યા 25 થી 30 વર્ષના શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તે આંગડિયા પેઢીમાંથી 85 હજાર રૂપિયા લઈને દલવાડી સર્કલથી આગળ પોતાના વાહનમાં પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અજાણ્યા શખ્સે તેના બાઈક સાથે અથડાવ્યું હતું અને અકસ્માત સર્જનાર શખ્સ પોતાને ઇજા થયેલ છે તેવું કહીને યુવાનના બાઈકમાં પાછળ બેસી ગયો હતો અને ત્યારબાદ યુવાનને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસે રહેલા રોકડા 85 હજાર રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. જે બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા હતા દરમિયાન બાઈક લઈને મોઢા ઉપર માસ્ક અને હાથમાં મોજા પહેરીને એક શખ્સ ફરતો હોવાનું સામે આવ્યું હતું જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પૃથ્વીરાજસિંહ જાડેજા અને રવિભાઈ ચૌધરી દ્વારા મોરબીના જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવરમાં આવેલ આંગડિયા પેઢીઓ પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે બાઈક લઈને માસ્ક અને ટોપી પહેરીને આટા મારતો શખ્સ ત્યાં મળી આવ્યો હતો જેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા તે રાજકોટથી ભાડાથી બલેનો કાર લઈને આવીને લૂંટ અથવા ચોરીને અંજામ આપવાનો હોય સનાળા ગામ પાસે રાજકોટ હાઇવે રોડ ઉપર કારને સંતાડી હતી જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ શખ્સ દ્વારા મોરબીના નવા ડેલા રોડ ઉપર ભવાની ટ્રેડિંગ બાજુમાં શૌચાલય પાસેથી બાઈક ચોરી કરવામાં આવી હતી જે બાઈકને પણ પોલીસે રિકવર કર્યું છે તથા તેની પાસેથી 5100 રૂપિયા રોકડા વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીનું નામ ઇમરાનભાઈ આસમભાઈ કાદરી (24) રહે. 150 ફૂટ રીંગ રોડ પુનિતનગર શેરી નં-4 રાજકોટ વાળો હોવાનું સામે આવ્યું છે અને વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશન તથા અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શખ્સની સામે 16 જેટલા ગુના નોંધાયેલા છે અને જે બાઈક આરોપી પાસેથી રિકવર કરવામાં આવ્યું છે આ ગુનાની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.સી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

