મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

કાંતિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું ભાજપ પરિવાર, જુદાજુદા એસો. અને સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું


SHARE







કાંતિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું ભાજપ પરિવાર, જુદાજુદા એસો. અને સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

મોરબીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા શપથ ગ્રહણ બાદ આજે પ્રથમ વખત મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે ભાજપ પરિવાર તથા જુદા જુદા સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા તેમનું ઢોલ નગાર અને આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

 

તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં છેલ્લા 32 વર્ષથી ભાજપનું નેતૃત્વ કરતા સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી તરીકે શપથ લીધા બાદ આજે તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા તેઓનું ઢોલ નગાર અને આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસથી લઈને મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, વીસી ફાટક, પરાબજાર, ગાંધી ચોક, સનાળા રોડ થઈને બાપા સીતારામ ચોકમાં તેઓની સ્વાગત સન્માનની રેલી પૂર્ણ કરવામાં આવી હતી. દરમિયાન સીરામીક એસોસિએશન સહિત જુદા જુદા એસો., દરેક જ્ઞાતિ સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કાંતિભાઈ અમૃતિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના  શનાળા રોડ ઉપર આવેલ જયદીપ હાઉસ પાસે જયુભા જાડેજા, દિલુભા જાડેજા તેમજ તેઓના પરિવારજનો સહિતના લોકો દ્વારા રાજ્ય મંત્રી બનીને મોરબીમાં પ્રથમ વખત આવેલા કાંતિભાઈ અમૃતિયાનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા તથા જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, સાગરભાઈ સદાતિયા, જયદીપભાઈ કંડિયા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, બાબુભાઇ પરમાર, ભાવનાબેન કૈલા, કેતનભાઈ વિલપરા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મરવાણિયા સહિતના અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને મોરબીના માર્ગો કાંતિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારાથી ગુંજી ઉઠ્યા હતા






Latest News