ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન
SHARE














મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન
મોરબી શહેરની સફાઈ કરવામાં જે રાત દિવસ જોયા વગર પોતાની જાતને ઘસી નાખે છે તેવા સફાઈ કર્મચારીઓનું તહેવાર નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ પુર્વ કાઉન્સીલરો દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો.દેવેન રબારીએ દિવાળીની પવિત્ર રાત્રે શહેરના સફાઈ કર્મયોગીઓની અમૂલ્ય સેવાને બિરદાવવા, તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભેટ-સોગાદનું વિતરણ કર્યું હતું અને તેમના આશીર્વાદ મેળવીને હૃદયપૂર્વક સન્માન કર્યું હતું.સફાઈ કર્મચારીઓએ આ પહેલની પ્રશંસા કરતાં કહ્યું, “અમારા જેવા સામાન્ય કામદારોનું આવું સન્માન થાય એ અમારા માટે ગૌરવની વાત છે.
તેમજ દિવાળીના મહાપર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૪ ના સફાઈ કામદારો વાલ્મિકી સમાજના બહેનો તથા ભાઇઓ કે જે દિવાળીના તહેવારોના દિવસે પણ પ્રજાજનો માટે "શેરી વળાવી સજ્જ કરું ધરે આવોને.." ભક્તિ ગીતને સાર્થક કરનારી નારી શક્તિને દિવાળીના મહાપર્વ નિમિત્તે પેંડા-બરફી ખવડાવીને મોઢુ મીઠુ કરાવેલ સાથે નવા વર્ષના રામ રામ કરી બોણી રૂપે રોકડ ભેટ સાથે સાથે વસુદેવ કુટુંબકમની ભાવનાના પ્રેરણારૂપે મોરબી મહાનગરપાલિકાના પુર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પુર્વ કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા, પુર્વ કાઉન્સિલર ગિરીરાજસિંહ ઝાલા, સુરેશભાઈ શિરોહીયા મોરબી શહેર ભાજપ કોષાધ્યક્ષ, હર્ષદભાઇ વામજાએ મોરબી મહાનગરપાલિકાના વાલ્મિકી સમાજના ભાઇ-બહેનો સાથે દિવાળીના મહાપર્વની ઉજવણી કરી હતી.

