ભાડા કરાર કરનારાઓ સાવધાન: વાંકાનેરમાં બેંકના કચેરીને ભાડે આપેલા મકાનમાં વીજ શોર્ટ લાગતાં યુવાનનું મોત થવા મામલે હવે ગુનો નોંધાયો
SHARE
ભાડા કરાર કરનારાઓ સાવધાન: વાંકાનેરમાં બેંકના કચેરીને ભાડે આપેલા મકાનમાં વીજ શોર્ટ લાગતાં યુવાનનું મોત થવા મામલે હવે ગુનો નોંધાયો
વાંકાનેરના સ્વપ્નલોક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ઉપર બંધન બેન્ક સાથે ભાડા કરાર કરીને જે મકાન આપવામાં આવ્યું હતું તેમાં વાયરીંગ બરોબર કર્યું ન હતું અને ત્યાં રહેતા બેંકના કર્મચારીને વીજ શોર્ટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું અને મકાનમાં વીજ કરંટ લાગે ત્યારે સલામતીના સાધનો સ્વિચ રાખવાની હોય તે રાખી ન હતી. જેથી કરીને બેદરકારી રાખનાર મકાનના કબજેદાર સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વઢવાણ મહર્ષિ હોસ્પિટલની પાછળના ભાગમાં ઉપાસના સર્કલ પાસે રામદેવનગરમાં રહેતા જયેશભાઈ રાજુભાઈ રાતડીયા (26) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજીજખાન સરવલખાન પઠાણ રહે. મીલ કોલોની અમરસિંહ મીલ પાસે વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો ભાઈ હાર્દિકભાઈ રાતડીયા વાંકાનેરમાં બંધન બેન્કમાં નોકરી કરતો હતો અને વાંકાનેરમાં આરોપીએ બંધન બેન્ક સાથે પોતાના કબજા ભોગવટા વાળા મકાનનો ભાડા કરાર કરીને મકાન બેંકના કર્મચારીને રહેવા માટે આપ્યું હતું જો કે, પોતાના મકાનની અંદરનું વાયરીંગ બરાબર કર્યું ન હતું અને વીજ કરંટ લાગે ત્યારે સલામતીના સાધનો સ્વીચો રાખવાની હોય છે તે નહીં રાખી ન હતી અને ફરિયાદીના ભાઈને ગત તા. 16/6 ન રોજ ઘરમાં વીજ શોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી મકાનના કબજેદારની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.