માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘરમાં જુગાર રમતા 7 શખ્સો 40,200 ની રોકડ સાથે પકડાયા
SHARE
માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘરમાં જુગાર રમતા 7 શખ્સો 40,200 ની રોકડ સાથે પકડાયા
માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ધરધણી સહિત કુલ 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 40,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન પેટ્રોલિગમા હતી ત્યારે કુંભારીયા ગામે રહેતા જેસીંગભાઇ દેગામાના ઘરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામા તેમજ જયંતીભાઈ રામજીભાઈ કૈલા, નાથાભાઈ શંકરભાઈ દેગામા અને ત્રીકમજીભાઇ રામજીભાઈ પંચાસરા રહે. ચારેય કુંભારીયા અને ભગવાનજીભાઈ બચુભાઈ ધામેચા, કિશોરભાઈ હરખજીભાઈ મેવાડા અને રાજેશભાઈ ગોવિંદભાઈ ધંધાણીયા રહે. ત્રણેય ખાખરેચી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 40,200 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.