સરકારી ભરતીમાં ગુજરાતમાંથી રાજપૂત સમાજના યુવાનો વધુ પસંદ થાય તે માટે ખાસ તાલીમ કેમ્પનું આયોજન
મોરબીના લાલપર ગામે મામાને ઘરે ગયેલ બાળકીનું દીવાલ હેઠળ દબાઈ જતા મોત
SHARE
મોરબીના લાલપર ગામે મામાને ઘરે ગયેલ બાળકીનું દીવાલ હેઠળ દબાઈ જતા મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે ગોજારો બનાવ બન્યો હતો.જેમાં પાર્ક કરેલ વાહન રડી ગયુ હતું અને દિવાલ સાથે ટકરાતા દિવાલ પડી ગયેલ હોય દિવાલ હેઠળ છ વર્ષની બાળકી દબાઈ જતા તે બાળકીનું મોત નીપજેલ છે.
આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના લીલાપર ગામે રહેતા પરિવારની મહેકબેન મનોજભાઈ કૈડ (રબારી) નામની છ વર્ષની બાળકી તેના મામાના ઘરે ગયેલ હતી.દરમ્યાનમાં ત્યાં મોરબીના લાલપર ગામે આ બનાવ બન્યો હતો.જેમાં તા.૨૬-૧૦ ના બપોરના અઢી વાગ્યાના અરસામાં લાલપર ગામે પાર્ક કરેલી બોલેરો કાર રડી ગયેલ હોય અને તે કાર દિવાલની સાથે અથડાતા દિવાલ પડી ગઈ હતી.જે પડી ગયેલી દિવાલ હેઠળ દબાઈ જવાથી મહેકબેન કૈડ નામની છ વર્ષની બાળકીનું તેના મામાના ઘરે મોત નિપજયુ હોય બનાવ બાદ તેણીના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
યુવતી સારવારમાં
મોરબી તાલુકાના જૂના ટીબડી ગામે રહેતા પરિવારની પાયલબેન પ્રવીણભાઈ સોમાણી નામની ૧૬ વર્ષની યુવતી કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવા પી ગઇ હોય તેણીને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતે ઇજા
મોરબીના પીપળી ગામે ઘર નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ દેવજીભાઈ મોતીભાઈ સોલંકી (ઉમર ૩૭) ને અત્રેની ખાનગી ૐ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાલપર ગામનો સંદીપ દેવજીભાઈ બારેજીયા નામનો ૨૩ વર્ષનો યુવાન બાઈક લઈને મકનસર ગામ પાસેથી જતો હતો ત્યાં રોડ ઉપર પથ્થર આવતા બાઈક સ્લિપ થઈ ગયેલ હોય ઈજા પામતા તેને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીના નીચી માંડલ પાસેન્યુલેક્ષ નામના યુનિટમાં કામ કરતા અને ત્યાં રહેતા શિવકાંત શ્યામસિંહ નામના ૨૫ વર્ષના મજૂર યુવાને બેકારી સબબ ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો અને તે બચી ગયો હોય હાલ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
આવો જ બીજો બનાવ મોરબી નજીકના બગથળા ગામે આવેલ ટોટો પીવીસી લેધર ખાતે બન્યો હતો.જ્યાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી પપ્પુભાઈ રામચંદ્ર યાદવ નામના ૨૭ વર્ષના યુવાનને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.