મોરબીના લાલપર ગામે મામાને ઘરે ગયેલ બાળકીનું દીવાલ હેઠળ દબાઈ જતા મોત
મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે
SHARE
મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે
મોરબીમાં બુધવારે કોંગ્રેસના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાંથી કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આમંત્રણ આપ્યું છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, તા 29 ને બુધવારે કોંગ્રેસના સ્નેહમિલન અને તેની સાથે જન આક્રોશ સભાનું આયોજન પંચાસર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જનતાના હક્ક, ન્યાય અને બદલાવના સંકલ્પ લેવામાં આવશે અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરઝાદા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સ્નેહમિલન અને જન આક્રોશ સભામાં કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યક્રરોને હાજર રહેવા માટે તેમજ વધુમાં વધુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ આમંત્રણ આપ્યું છે.