સાંજના 6 વાગ્યા સુધીના સમાચાર: મોરબી જિલ્લાના 5 પૈકીના 2 તાલુકામાં 1-1 કમોસમી ઇંચ વરસાદ
કચ્છ હાઈવે ઉપર બનેલો બનાવ: માળિયા (મી) નજીક આગ લાગતા કાર બળીને ખાખ
SHARE
માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર કારમાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં આખી કાર આગની જપેટમાં આવી જતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ બનાવમાં કોઈને ઈજા થયેલ નથી અને કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી તેવી સ્થાનિક લોકો પાસેથી વિગત જાણવા મળી રહે છે.
માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર અનેસ્ટ હોટલથી આગળના ભાગમાં પસાર થઈ રહેલી લાલ કલરની ફોરવીલ કારમાં કોઈ કારણોસર અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની સાથે જ કારમાં બેઠેલા વ્યક્તિઓ નીચે ઉતરી ગયા હતા અને જેથી કરીને કોઈ વ્યક્તિને ઇજા પણ થયેલ નથી અને કોઈને જાનહની થયેલ નથી. જોકે, કારમાં કયા કારણોસર આગ લાગી હતી તે બાબતે હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થયેલ નથી અને કારમાં આગ લાગવાની આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી ન હતી. જોકે અકસ્માતનો બનાવ બન્યો હતો અને કારમાં આગ લાગી હતી અને જોત જોતામાં આખી કાર આગની જપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી જેથી તેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો આ બનાવમાં સબનસીબે કોઇ જાનહાની થયેલ નથી.









