વાંકાનેરનાં રાતડીયા ગામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો
સાંજના 6 વાગ્યા સુધીના સમાચાર: મોરબી જિલ્લાના 5 પૈકીના 2 તાલુકામાં 1-1 કમોસમી ઇંચ વરસાદ
SHARE
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી દરમિયાન આજે સવારથી મોરબી શહેરને જિલ્લામાં વરસાદી માહોલ હતો ને વાતાવરણમાં ઠંડક જોવા મળતી હતી અને બપોરના સમયગાળા દરમિયાન મોરબી શહેર તથા આસપાસના વિસ્તાર અને જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર છુટોછવાયો વરસાદ પડ્યો છે અને જિલ્લાના પાંચ પૈકીના મોરબી અને ટંકારા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ સાંજના 6 વાગ્યા સુધીમાં વરસી ગયેલ છે. અને દિવાળી પછી વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે.
ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે તેમ છતાં પણ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરના કારણે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા જિલ્લાના જુદાજુદા તાલુકામાં સોમવારે બપોરના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા હાલમાં લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના નવા બસ સ્ટેશન, જુના બસ સ્ટેશન, રવાપર ચોકડી, આવની ચોકડી, ઉમિયા સર્કલ, શનાળા રોડ, વેજીટેબલ રોડ, ત્રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો લગધીરપુર, લાલપર, મહેન્દ્રનગર, રવાપર, રાજપર, વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ અચાનક વરસાદ પડવાના કારણે ખેડૂતો હેરાન થઈ ગયા છે કારણ કે કેટલાક ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં કે ઘરમાં પડ્યો છે અને કેટલાક ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવું છે પણ આવા વાતાવરણમાં વાવેતર કેવી રીતે કરવું તે પ્રશ્ન ઊભો થયો છે. જ્યારે બીજી બાજુ દિવાળી પછી શિયાળાની ઋતુ શરૂ થતી હોય છે પરંતુ અત્યારે વરસાદ પડતો હોવાથી લોકોએ સ્વેટર કાઢવા કે રેનકોટએ બાબતની મૂંઝવણ વધી ગઈ છે માંથી મળતી વિગત પ્રમાણે જિલ્લા ના પાંચ પૈકીના બે તાલુકામાં સાંજના છ વાગ્યા સુધીમાં સારો વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં 25 અમેએમ અને ટંકારા તાલુકામાં 21 એમએમ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યારે માળિયામાં 5, વાકાનેરમાં 3 અને હળવદમાં 4 એમએમ જેટલો વરસાદ પડ્યો હતો.