માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી
SHARE
માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી
માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામની સીમમાં પવનચક્કી આવેલ છે અને તેના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સે તેમાં પ્રવેશ કર્યો હતો અને પવનચક્કીમાંથી ઇલેક્ટ્રીક કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે અને 500 મીટર જેટલો કોપર વાયર જેની કિંમત 2.25 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે તેવી ફરિયાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઇ મેઘુભા પરમાર (45) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વવાણીયા ગામની સીમના સર્વે નંબર 43 ની ખુલી જગ્યામાં પવનચક્કી નંબર વીએમ 65 આવેલ છે અને તેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તાળા તોડીને પવનચક્કીમાં પ્રવેશ કરવામાં આવેલ હતો અને ઇલેક્ટ્રીકના કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે અને અંદાજે 500 મીટર જેટલા કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ હોય 2.25 લાખની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









