મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ


SHARE







મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ

મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે જલારામ જયંતિના દિવસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલ હતી જે મામલો એસપી સુધી પહોચ્યો છે અને લોહાણા સમાજના આગેવાન સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું જેથી તેને હાર્ટ એટેક આવી જતાં સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને લોહાણા સમાજ અગ્રણીઓએ એસપીને આવેદન પત્ર આપીને કડક પગલાં લેવાની માંગ કરી છે.

મોરબીમાં જલારામ જયંતિ ઉત્સવ સમિતિના રૂચિરભાઈ કારીયા, પિયુષભાઈ પૂજારા, ચંદ્રિકાબેન પલાણ સહિતના આગેવાનોએ એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, ગત તા. 29 ના રોજ લોહાણા જ્ઞાતિના આગેવાન અને સેવાભાવી વડીલ ઘનશ્યામ પુજારા જલારામ મંદિરે ગયા હતા ત્યારે ત્યના સંચાલકો દ્વારા જલારામ ઉત્સવ સમિતિના સભ્યોની સાથે માથાકૂટ કરવામાં આવી રહી હતી અને ઘનશ્યામ પુજારા સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું જેથી તેનો લાગી આવતા મંદિરના પટાંગણમાં જ તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને તેમના દીકરા પિયુષભાઈ પુજારાએ મોરબી એ ડીવીઝન પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે. તેમજ લોહાણા સમાજના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ગુનો નોંધી તમામ લોકોની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કડક પગલા લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોહાણા સમાજ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં માહિતી આપતા લોહાણા સમાજના જલારામ જયંતિ ઉત્સવ સમિતિના રૂચિરભાઈ કારિયાએ જણાવ્યુ હતું કે, જલારામ જયંતીની શોભાયાત્રાને જલારામ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી જેથી કરીને સમિતિના સભ્યોએ ત્યાં આતિશબાજી કરી હતી જેથી કરીને ભાવિન ઘેલાણીએ શોભાયાત્રા સમિતિના સભ્યને ત્યાં બેસાડી દઈને સમિતિના આગેવાનોને ત્યાં બોલાવીને માફી માંગો તેવું કહ્યું હતું જેથી કરીને સમિતિના 60 જેટલા યુવાનો ત્યાં ગયા હતા અને ત્યારે ભાવિન ઘેલાણી દ્વારા મંદિરમાં અપશબ્દો બોલવામાં આવ્યા હતા ત્યાર બાદ મંદિરનો પાયો નાખનારા સમાજના આગેવાન ઘનશ્યામભાઈ પુજારા ત્યાં આવ્યા હતા અને તેઓને અપમાનિત કરવામાં આવતા તેઓને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં મંદિર સંચાલકોએ જલારામ મંદિરને રાજકીય અખાડો બનાવી દીધેલ છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.






Latest News