મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર 220 કેવી એસ.એસ.ના લાઇન ઇન્સ્પેક્ટર હરેશભાઈ આર. અગ્રાવત વય મર્યાદાને લઇ નિવૃત્ત થાય છે ત્યારે તેમનો નિવૃત્ત સન્માન સમારંભ વાંકાનેરમાં આવેલ ફળેશ્વર મહાદેવની જગ્યામાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં નાયબ ઇજનેર રામાણીભાઈ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ પરમારભાઈ સહિતના ઇજનેરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને અ.ગુ.વિ.કા.સઘં હોદેદારો એમ.કે.ઝાલા, ઉપાધ્યાયભાઇ, નટુભા ઝાલા તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓએ હરેશભાઈનું સન્માન કર્યું હતું. ઉલેખનીય છે કે, હરેશભાઈ ૧૯૮૬ થી જોડાયા હતા અને ૨૦૨૫ માં નિવૃત થયેલ છે. જેથી જેટકો તરફથી પ્રમાણપત્ર આપીને તેઓને બીરદાવવામાં આવ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષ રામાણીભાઈએ હરેશભાઈને ચાંદીનો સિક્કો આપ્યો હતો અને અન્ય લોકોએ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિડજાભાઈ અને કે.આઈ.ગોસાઈએ કર્યું હતું હતું.  






Latest News