ટંકારાના ધ્રુવનગર પાસે ડેમી-2 ડેમના પાણીમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો
હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું
SHARE
હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું
હળવદના દીઘડિયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી કરવામાં આવી હતી જો કે, સગાઈ થઈ ન હતી જેથી તે બાબતે સગીરાને લાગી આવ્યું હતું અને સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના કંસારાવાવ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં તરુણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ ફતેસિંહ નાયકની 17 વર્ષની દીકરી સરોજબેને ઓરડીની અંદર લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાના પિતા જગદીશકુમાર નાયક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરાની પાંચેક મહિના પહેલા તેના વતનની બાજુમાં આવેલા ગામમાં છોકરા સાથે સગાઈ નક્કી કરેલ હતી જો કે, સગાઈ કરેલ ન હોય તે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું છે તેવી વિગતો તેના પરિવારજનો પાસેથી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









