મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી 3 અને વાંકાનેરના માટેલ પાસેથી 10 બોટલ દારૂ સાથે એક-એક શખ્સ પકડાયા


SHARE









મોરબીમાંથી 3 અને વાંકાનેરના માટેલ પાસેથી 10 બોટલ દારૂ સાથે એક-એક શખ્સ પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક પાસેથી 3 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જ્યારે વાંકાનેરના માટેલ ગામ પાસેથી 10 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને બંને રેડના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક શેરી નં-3 પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1372 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે દશરથસિંહ ઉર્ફે દશુભા વનરાજસિંહ ઝાલા (23) રહે. માધાપર શેરી નં- 22 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના માટેલ ગામની સીમથી જુના પલાસ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આશ્રમ શાળા નજીકથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 13,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશ ઉર્ફે મસો ટીડાભાઇ ધેણોજા (30) રહે. માટેલ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News