મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ


SHARE







મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ

ચાલુ વર્ષે કારતક માહિનામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેતીના પાકમાં નુકસાની થયેલ છે તેનો સર્વે કરવાના બદલે વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવાની કોંગ્રેની આગેવાની હેઠળ માંગ કરવામાં આવેલ છે. અને મોરબીના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલિતભાઈ કાસુન્દ્રા , રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાચ્છ, વસીમભાઈ મન્સૂરી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને ખેડૂતો દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાંથી મોરબી જિલ્લો બાકાત નથી અને મોરબી તાલુકામાં ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન થયું છે. ત્યારે સર્વે નહીં પરંતુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરીને તેઓને સહાય આપવામાં આવે તે જરૂરી છે.

ગયા વર્ષે 2024 માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કર્યો હતો તેવી રેટે ચાલુ વર્ષે ઓક્ટોમ્બર અને નવેમ્બર માહિનામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોની કમર તૂટી ગયેલ છે ત્યારે ખેડૂતોલીધેલ પાક ધીરાણ કેમ ભરશે તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકે અને આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરી શકે તેના માટે તાત્કાલિક સહાય આપવાની માંગ કરેલ છે. સાથોસાથ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરીને અગાઉની જેમ પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે. તથા ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે તેને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરવાની માંગ કરેલ છે. 






Latest News