મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીના કારખાનેદાર પાસેથી ઉઘરમાં માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારીએ ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ કર્યો હતો જેમાં કોર્ટે સામાવાળાને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી પ્રિન્સકુમાર દીનેશચંન્દ્ર પનારા (રામોજી ગ્રેનાઈટ પ્રા.લી.ના ઓથોરાઈઝડ સીગ્નેચરી)સામાવાળા કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી (પ્રોપરાઈટર ઓફ જલારામ એન્ટરપ્રાઈઝ)ને વર્ષ ૨૦૧૮ માં ઉધારમાં સીરામીક આઈટમ્સનો માલ વેંચેલા હતો. અને ફરીયાદીએ મોકલેલ માલની બાકી રકમની ચુકવણી કરવા સામાવાળા કલ્પેશ વિનુભાઈ મીસ્ત્રીએ ૧,૫૫,૫૩૬ નો ચેક ફરીયાદીને આપેલ હતો. જે ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવ્યો હતો જોકે, ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ વકીલ મારફત નોટીસ આપેલ હતી છતાં સામાવાળાએ ચેકની રકમ આપેલ ન હતી જેથી ફરીયાદી મોરબીની કોર્ટમાં કલ્પેશ મીસ્ત્રી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા ૨જુ કરાયેલ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજાનો આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે.જાડેજા અને નીશીત પી.ધેટીયા રોકાયેલ હતાં.






Latest News