મોરબીના મકનસર- હળવદના માનગઢમાં દારૂની બે રેડ, ૬૦ બોટલ દારૂ કબજે: એક શખ્સ પકડાયો, એકની શોધખોળ
માળીયા(મી)નાં નાના દહીસરા પાસે ટ્રક ટ્રેઇલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE









માળીયા(મી)નાં નાના દહીસરા પાસે ટ્રક ટ્રેઇલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
માળીયા તાલુકાનાં નાના દહીસરા ગામના પાટીયા પાસે વાસુકી કોલસાના ડેલા નજીક રોડ ઉપરથી પસાર થતાં બાઇકને ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું અને અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં મૃતકના ભાઈજીના દીકરા ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં વવાણીયા ગામે રામબાઇ માતાજીના મંદીરની પાછળ રહેતા હુશેનભાઇ ઇશાભાઇ સુમરા સંધી મુસ્લીમ (ઉ ૨૮)એ હાલમાં ટ્રક ટ્રેઇલર નં જીજે ૫ બીવી ૧૧૭૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, નાના દહીસરા ગામના પાટીયા પાસે વાસુકી કોલસાના ડેલા નજીક રોડ ઉપરથી આરોપી પોતાનો ટ્રક ટ્રેઇલર જીજે ૫ બીવી ૧૧૭૯ લઈને જતો હતો ત્યારે મોટર સાયકલ નં જીજે ૩ એપી ૩૭૦૧ ને હડફેટે લીધું હતુ જેમા ફરીયાદીના કાકાના દિકરા ગુલમામદભાઇ જુમ્માભાઇ સુમરા જાતે સંધી (ઉ ૩૫) રહે. વવાણીયા વાળાને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજયું હતું તેમજ સાહેદને ઇજા થતા આરોપી પોતાનુ ટ્રક ટ્રેઇલર મુકી નાસી ગયો હતો જેથી હાલમાં પોલીસે ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૨૭૯, ૩૦૪(અ) ૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
