મોરબીમાં પતિ પાસે રહેતા દીકરાને રમાડવા ગયેલ પરિણીતાને પતિએ મારમાર્યો, સસરાએ ગાળો દીધી
મોરબીમાં ઘરના બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું બેભાન અવસ્થામાં સારવાર દરમ્યાન મોત
SHARE
મોરબીમાં ઘરના બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું બેભાન અવસ્થામાં સારવાર દરમ્યાન મોત
મોરબીના સનાળા ગામે આવેલ દેવશ્રી પેલેસ ખાતે રહેતા યુવાનને બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મોરબીના સનાળા ગામે લીમડા વાળા મેલડી માતાજી મંદિર પાસે આવેલ દેવશ્રી પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 702 માં રહેતા કમલભાઈ મહેશભાઈ સંપટ (43) નામનો યુવાન તેના ઘરે હતો ત્યારે પોતાના ઘરે કોઈ કારણોસર બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં બેભાન અવસ્થામાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલમાં મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.