મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી કરનારને કોર્ટે ડબલ રકમનો દંડ ફટકાર્યો
માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર
SHARE
માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર
માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાનું વાવેતર નાના મોટા લીલા છોડ નંગ ૧૩ જેનુ ચોખ્ખુ વજન ૩ કીલો ૩૫૦ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) કેસમાં પ્રવિણભાઈ મગનભાઈ વીરમગામાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.
બનાવની ટુંકમાં વિગત એવી છે કે માળીયા (મી.) પોલીસે ૩ કીલો ૩૫૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજો (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ના આરોપી પ્રવિણભાઈ મગનભાઈ વીરમગામા રહે.સરવડ સ્વામીનારાયણનગર તા. માળીયા (મી.) જી.મોરબીને માળીયા (મી.) પોલીસે એનડીપીએસના ગુન્હામાં અટક કરીને નામ.નીચેની કોર્ટમાં રજુ કરી ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી પ્રવિણભાઈ મગનભાઈ વિરમગામાની ફોજદારી અરજી નં.૧૨૭૨/૨૫ થી રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ.સેશન્સ કોર્ટે રકમ રૂા. ૨૫,૦૦૦ ના જામીન ઉપર મુક્ત કરેલ છે.આરોપી પ્રવિણભાઈ મગનભાઈ વિરમગામાએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાઝ એ.પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુ.જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા તેમના વકીલ મનીષ ઓઝા (ગોપાલભાઈ) ની ઘારદાર દલીલો માન્ય રાખીને આરોપીને સેસન્સ જજ શ્રી. કે.આર.પંડયા સાહેબે શરતોને આધીન રેગ્યુ.જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.