વાંકાનેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનારો હત્યારો પકડાયો
મોરબીમાં આર્સમ એકટના ગુનામાં બેની ધરપકડ
SHARE









મોરબીમાં આર્સમ એકટના ગુનામાં બેની ધરપકડ
મોરબીમાં હથિયાર અંગે એ ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાયેલ જે ગુનામાં હાલમાં પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હથિયાર અંગેના આર્મસ એકટના ગુનામાં હાલમાં પીએસઆઈ એચ.એમ.પટેલે ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવ રાવલ જાતે બ્રાહ્મણ (ઉમર ૨૭) રહે.અનામિકા પાર્ક શનાળા બાયપાસ મોરબી અને તેના સાથીદાર યશપાલસિંહ ઘનુભા જાડેજા (ઉમર ૨૩) રહે.ખાનપર તા.મોરબીની હથિયાર અંગેના ગુનામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. માળિયા મિંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતો અનવર અકબરભાઈ જેડા નામનો ૪૭ વર્ષીય યુવાન ગામમાં બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત અનવર જેડાને સારવારમાં અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા દ્વારા મારામારી અને ધમકી આપવાના ગુનામાં પરેશ દિલીપ કાસુન્દ્રા (૨૨) રહે.બેલા(આમરણ) ની મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઈ વાલજીભાઈ ઘોડાસરા નામનો ૩૨ વર્ષીય યુવાન લક્ષ્મીનગર ગામના પાટિયા પાસેથી જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા મનસુખ ઘોડાસરાને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
