મોરબી કાલે મંત્રી કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં ૫૯.૭૭ કરોડથી વધુના કામોનું કરાશે ખાતમુહૂર્ત
હળવદ-માળિયા હાઈવે ઉપર ચોખાની આડમાં 1104 બોટલ દારૂ-600 બીયરની હેરાફેરી: કુલ 59.79 લાખનો મુદામાલ કબ્જે, એકની ધરપકડ
SHARE
હળવદ-માળિયા હાઈવે ઉપર ચોખાની આડમાં 1104 બોટલ દારૂ-600 બીયરની હેરાફેરી: કુલ 59.79 લાખનો મુદામાલ કબ્જે, એકની ધરપકડ
હળવદ માળિયા હાઈવે ઉપર બાબા રામદેવ હોટલ સામેથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાં ચોખાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એલસીબીની ટીમે 1104 બોટલ દારૂ અને 600 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે દારૂ બીયર અને વાહન સહિત કુલ મળીને 59.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી હતી.
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ માળિયા હાઇવે ઉપર ધ્રાંગધ્રા તરફથી આવી રહેલા ટ્રક ટ્રેલર નંબર જીજે 6 એવી 7676 માં દારૂનો જથ્થો ભરીને લઈ જવાના છે જેથી પોલીસે વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબનો ટ્રક ત્યાંથી નીકળ્યો હતો. જેને બાબા રામદેવ હોટેલ પાસે રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે વાહનમાં ચોખાની બોરીઓની આડમાં દારૂનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ટ્રકમાંથી 1104 બોટલ દારૂ અને 600 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ અને બીયર જેની કુલ કિંમત 15.67 લાખ અને ટ્રક જેની કિંમત 20 લાખ સહિત કુલ મળીને 59.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક પ્રવીણ લાખાભાઈ પગી (40) રહે. લાકડિયા પગીવાસ તાલુકો ભચાઉ કચ્છ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી સિદ્ધરાજસિંહ જાડેજા રહે. લાકડીયા તાલુકો ભચાઉ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.









