ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન
ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડકટરની ભરતીમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ
SHARE
ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડકટરની ભરતીમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ
મોરબી સહિત ગુજરાતમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમાં ગ્રેજયુએટના બદલે ધો.10 કે 12 પાસ હોય તેવા ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને એસ.ટી.ની ભરતી પ્રક્રીયામા ફેરફાર કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા તે અંગેની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, હાલમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે પરંતુ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવો જરૂર છે હાલમાં ગ્રેજયુએટની જે ભરતી કરવામાં આવે છે તે તદન ગેરવ્યાજબી છે કારણ કે ગ્રેજયુએટને કોઈ સારી નોકરી મળી જાય એટલે તે આ નોકરી છોડીને ચાલ્યા જાય છે અને ફરી જગ્યા ખાલી પડે છે અને ફરી વખત ભરતી કરવી પડે છે જેથી સરકારને ખોટો ખર્ચ થાય છે અને સમય વેડફાય છે જેથી એસ.ટી.માં ભરતીમાં ફકત બાર પાસ હોય તેવા અથવા એસ.એસ.સી. પાસ હોય તેવા અરજદારને લેવા જોઈએ. તેમજ મહીલાઓની ભરતી ઓફીસ વર્કમાં કરવી જોઈએ જેથી તે તેના પરિવારને ઉપયોગી થઈ શકે છે હાલમા કંડકટરમાં મહીલાની ભરતી કરવામાં આવે છે જે તદન ગેરવ્યાજબી છે અને મહીલા કંડકટર મુસાફર તથા એસ.ટી.ના અધિકારીને પણ દબાવે છે અને દાદાગીરીથી નોકરી કરે છે જેથી બંને રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કરવા માટેની માંગ કરી છે.