મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે
મોરબીના મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
SHARE
મોરબીના મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાત રાજ્યની તરફથી આપેલ આહવાન અન્વયે મોરબી જીલ્લામાં શિક્ષકોને આપવામાં આવેલ બીએલઓની કામગીરીમાં પડતી મુશ્કેલી બાબતે કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને વિધાનસભા વાઇઝ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને બીએલઓના પ્રશ્નોને કલેકટર મારફત રાજ્ય ચૂંટણી પંચને પહોંચાડવાની માંગ કરી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) હાથ ધરવામાં આવી છે અને તા. 4/11 થી 4/12 સુધી સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર જઈ એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત તા. 7/02/2026 સુધી વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાના છે. આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી, જે અત્યંત કઠિન, સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે. જેથી સમગ્ર રાજ્યમાં શિક્ષકોની માંગણી અનુસાર અનુકૂળતા કરવામાં આવી છે.
ખાસ કરીને કોઈ કારણસર શિક્ષક બીએલઓ કોઈ કારણસર હાજર ન રહી શકે તો મામલતદાર/ કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તે ખૂબ દુઃખદ અને અપમાનજનક છે. શિક્ષકો શિક્ષણકાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહે છે. તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે. SIR ની કામગીરીમાં મતદારોને સમજાવીને કામ કરવાનું હોય છે. દરેક મતદાર પોતાનું ફોર્મ જાતે કરી શકે તેવું હોતું નથી. બીએલઓની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે જે પ્રકારની ફરજો હતી તેના કરતા વિશેષ કામ તથા ઓનલાઈન કામ ઉમેરાયું છે. ચૂંટણી પંચે મુકેલા અંદાજ મુજબ ઘણી જગ્યાએ સમય મર્યાદા મુજબ સ્થાનિક સ્થિતિ અનુસાર કામ પૂર્ણ થતું ન હોય તેવા સંજોગોમાં શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવે છે જે અન્યાયકારી છે.
જેથી રાષ્ટ્રીય કામગીરી સમયસર પૂર્ણ કરવા ખોટા દબાણ ઊભા ન કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાતના શિક્ષકોની લાગણી છે. તેવામાં આજે મોરબી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં પ્રમુખ દિનેશભાઇ વડસોલાની આગેવાની હેઠળ શિક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, ધરપકડ વોરંટ પ્રથા રદ કરવી, BLO ફરજનો સમાન વહેંચણી આદેશ અમલમાં લાવવો, શિક્ષકો માટે અલગ BLO કેડર રચના કરવી, શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી, માનવતાપૂર્વકની પ્રક્રિયા, SIR ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો આપવા, શિક્ષણપ્રતયે સરકારની પ્રતિબદ્ધતા જાળવવી સહિતની માંગ કરી છે અને તેઓની રજૂઆતને રાજ્યના ચૂંટણી પંચ સુધી મોકલાવવાની માંગ કરી છે.