મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં મોડેલ સ્કૂલ મોટી બરારનો દબદબો
મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE









મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને અનેરૂ આયોજન
આદીકાળથી સનાતન હિન્દુ ધર્મમા ગૌમાતાનુ પૂજન-અર્ચન કરવામા આવી રહ્યુ. ગૌમાતામા ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે ત્યારે ગૌસેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન આગામી તા.૨૭-૧૨ સોમવાર થી તા.૨-૧ શનીવાર દરમિયાન કરવામા આવ્યુ છે જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવવા મા આવશે. પોથીયાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહીતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધૂમધામ થી ઉજવવા મા આવશે.
હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના પર્વ નિમિતે દાન-પૂણ્યનો મહીમા રહેલો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવાના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબીચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા વિવિધ પ્રસંગોમા યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેરની ધર્મપ્રેમી જનતાને હસુભાઈ ચંડીભમર (મો.૯૯૨૫૭ ૮૦૮૮૮), માવજીભાઈ પટેલ (મો.૯૦૯૯૦ ૧૭૯૦૦), રમાબેન કોઠીયા (મો.૯૭૨૭૮ ૭૧૯૧૯), જાગૃતિબેન કૈલા (મો.૯૭૨૬૮ ૦૭૩૪૦), નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮) પર સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહમા પધારવા તેમજ કથાનુ રસપાન કરવા એવન્યુ પાર્ક મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે તેમ જાગૃત નાગરીક નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.
