મોરબી : એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૧ અંતર્ગત વડાપ્રધાન ખેડૂતો સાથે સંવાદ કરશે
મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી
SHARE









મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી
મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ લેખીતમાં રજૂઆત કરીને જણાવેલ છેકે, મોરબી સીટી અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી એવી રજુઆત મળેલ છે કે છેલ્લા ત્રણ મહીનાથી એન.એસ.એફના ફોર્મ એટલે કે સમાજના છેવાડાના માણસને ધંઉં, ચોખા તેમજ અન્ય રાશન મળી રહે તે માટેના ફોર્મ આમ તો કાયમી ધોરણે સ્વીકારવાના જ હોય છે.પરંતુ હાલમા ધણા સમયથી આ અગત્યની કામગીરી બંધ છે..! જે બાબતે મામલતદાર મોરબીને રજુઆત કરતા તેઓએ તા.૧-૧૧ ના પત્રથી જણાવેલ કે હાલમાં તેઓના ધણા કાર્યક્રમ હોય આ ફોર્મ અમો સમયસર લઇ શકતા નથી જેને લઇને ગરીબ અને જરૂરીયાત વર્ગના રાશનકાર્ડ ધારકો હેરાન થઇ રહ્યા છે માટે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરીને હાલમા એવી અરજ કરાયેલ છેકે એન.એસ.એફની અરજીઓ મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે સ્વીકારવાનું ચાલુ કરવું જોઇએ અને તે અરજીઓ ચેક કરીને મોરબી મામલતદારે લાલબાગ ખાતે મોકલી આપે તો મોરબી મામલતદાર આગળની કાર્યવાહી કરી શકે અને ગરીબ માણસોને લાલબાગના ધકકા બંધ થાય અને ખોટા રીક્ષા ભાડા ન આપવા પડે.
વધુમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં મોરબી સીટી મામલતદારમાં એક નાયબ મામલતદાર પુરવઠાની પોસ્ટીંગ પણ થયેલ છે.તેમજ બે ઓપરેટરો પણ સરકારે ફાળવેલ છે તો જેતે ફોર્મ વેરીફાઇ કરીને મોરબી સેવાસદન ખાતે મોકલી આપવામાં આવે તો સહેલાઇથી આવી અરજીઓનો નિકાલ થઇ શકે તેમ છે માટે પ્રજાના હિતમાં આ મુદદાને અગ્રીમતા આપી યોગ્ય સુચનાઓ આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.
