તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો
કોંગ્રેસમાં ગાબડું: હળવદ કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાન ભાજપમાં જોડાયા
SHARE
કોંગ્રેસમાં ગાબડું: હળવદ કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાન ભાજપમાં જોડાયા
હળવદ તાલુકાનાં કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાનએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. અને હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જટુભા ઝાલાએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યો છે.
હળવદ તાલુકાના ખોડ ગામના વતની અને બે ટર્મ તાલુકા પંચાયતના સભ્ય, હળવદ પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત, હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 25 વર્ષ સુધી ખોડ ગ્રામ પંચાયતમાં સરપંચ જેમાં 2 ટર્મ બિનહરીફ સરપંચ તરીકે પોતાની અવિરત સેવા આપીને રણકાંઠા અને છેવાડાના લોકોની વચ્ચે રહી સતત લોકોના નાના મોટા કામ કરતા સાચા અર્થમાં લોક સેવક જટુભા ઝાલાએ પોતાના વિસ્તારમાં વધુ સારી રીતે વિકાસના કાર્યો અને લોકોના કામ કરી શકાય તે માટે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ સાથે જોડાઈને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, રણછોડભાઈ દલવાડી, પરસોતમભાઈ સાબરિયા, રજનીભાઈ સંઘાણી, ભરતભાઈ દલવાડી સહિત ભાજપના અગ્રણીઓના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.